વ્યારા ખાતેનાં શાકભાજી માર્કેટમાં વાડીવાલા કોમ્પ્લેક્સમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા સુધાકરભાઈ બિરંચીભાઈ નાયકને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો પૈકી ૧૪ વર્ષની નાની દીકરી જૈનીશા ટીવી ચેનલ, વેબસીરીઝ તેમજ યૂટ્યુબ પર શોર્ટ મુવીમાં કામ કર્યું છે. પત્ની સોનિકાબેન નાયક ગત તારીખ ૧૮ડિસેમ્બર ૨૦૨૩ નારોજ ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોતા હતા. તે સમયે સુરેશકુમાર કાસ્ટીંગ નામની IDનાં કોડ રેડ, રોલ રિકવાયરમેન્ટ કાસ્ટીંગ નામથી જાહેરાત આવી હતી. જેમાં સુપરસ્ટાર રજનીકાંતનાં મુવીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ લેવાની હોય તેના દીકરીનાં ઓડિશન માટે આપેલા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ કર્યો હતો.
જેમાં રોલ માટે ફોર્મ ભરતાં સુરેશકુમાર નામનાં શખ્સે વધુ માહિતી મોકલવા બીજો વોટ્સએપ નંબર આપ્યો હતો. 
ત્યારબાદ ઠગ સુરેશે હાથ પર બીજો પ્રોજેક્ટ છે. જેમાં તમારી દીકરી માટે રોલ છે. સામેથી ઓફર આવી છે, ના કહેશો તો, મારુ નામ બગડશે અને પ્રોજેક્ટ પણ જતો રહેશે તથા આપણે કોર્ટનાં કોન્ટ્રાક્ટથી બંધાયેલા છે કહી તેઓને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફરી ફિલ્મ સાઈન માટે સહી-સિક્કા કરવાના નામે ફરી રૂપિયા ૫,૦૦,૦૦૦/- સહિત અન્ય રકમ વસુલાત કરી હતી અને એડવાન્સ પેટે તમારા બેંક એકાઉન્ટમાં ૧૨,૦૦,૦૦૦/- આવી જશે કહી પેમેન્ટ મેળવવા ડિસ્ટર્બ સર્ટિફિકેટના નામે ફરી રૂપિયા ૧,૯૬,૦૦૦ ભર્યા હતા. બેંકના એકાઉન્ટમાં પેમેન્ટ ન આવતા સોનિકાબેને ફોન કરતા સામેવાળાએ જીએસટીનાં રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- આપવા પડશે એમ કહેતા સોનિકાબેન નાયકને લાગ્યું હતું કે તેઓ સાથે ફોર્ડ થઈ રહ્યો છે. જેથી સાઇબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હતી. બનાવ અંગે વ્યારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે સોનિકાબેન નાયકની ફરિયાદ લઇ સુરેશકુમાર નામના ઠગ વિરુદ્ધ ફિલ્મમાં ચાઈલ્ડ રોલ અપાવવા વિશ્વાસમાં લઈ બનાવટી કોન્ટ્રાક્ટ તેમજ કોર્ટના ખોટા સ્ટેમ ડ્યૂટી લેટરો, તથા વિમાનની ટિકીટ મોકલી અલગ અલગ રીતે કુલ રૂપિયા ૧૧,૯૪,૦૫૪/-ની ઓનલાઈન ઠગાઈ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો.



