ગાંધીનગરનાં સેક્ટર-24નાં સૌથી ગીચ વિસ્તારમાં તંત્ર દ્વારા રવિવારે રજાના દિવસે પણ ડિમોલીશન ઝારી રાખવામાં આવ્યુ હતું અને રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો તોડી પાડવાની સાથે મોટી સંખ્યામાં ઉભી કરાયેલી દેવી-દેવતાઓની દેરીઓની આસપાસ ચણી લેવાયેલા ઓટલા અને તાર ફેન્સિંગના દબાણોને પણ નિશાન બનાવાયા હતાં. 
સોમવારે દબાણ હટાવ અભિયાન પાંચમાં દિવસમાં પ્રવેશ્યુ હતું. જેમાં સેક્ટર-30નાં વિસ્તારમાં રહેણાંક સહિત હેતુના કાચા-પાકા 35 ઉપરાંત દબાણો તોડવામાં આવ્યા હતાં. જયારે હજી પણ ડિમોલીશનની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.(file photo)



