તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નહેરૂ યુવા કેન્દ્ર, માય ભારત સુરત દ્વારા ‘વિકસિત ભારત ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટ-૨૦૨૫’ સ્પર્ધા યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્પર્ધામાં ‘વન નેશન-વન ઈલેક્શન’ વિષય પર યુવાનોએ અસરકારક ચર્ચા કરી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત માય ભારત-સુરત અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ‘વિકસિત ભારત ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટ-૨૦૨૫’ સ્પર્ધા યોજાઈ હતી. નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ યુવાનો સાથે પ્રેરણાત્મક ચર્ચા કરતા કહ્યું કે, આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે. જે દેશનું યુવાધન મજબૂત હોય, એ દેશનું ભવિષ્ય પણ મજબૂત બને છે. સાથે ‘વિકસિત ભારત’ના વિઝન અંતર્ગત યુવાનોના નેતૃત્વ અને ઘડતર પર પ્રકાશ પાડ્યો હતો.

આ યુથ પાર્લામેન્ટ અંતર્ગત ‘વન નેશન-વન ઈલેક્શન’ વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં આયુષી બોરડિયા, દર્શિત કાંતિભાઈ કોરાટ, શ્રેય ગણેશ શેડગે, જોશુઆ માર્ટિન, ધ્વનિ જરીવાલા, પાયલકંવર રાજપુરોહિત, વિશાખા પારીક, હર્ષિત કાબરા, સોનાલી રાઠોડ, પ્રિયલ બંસલ વગેરે સુપર ૧૦ વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જે આગામી ‘રાજ્ય સ્તરની યુથ પાર્લામેન્ટ સ્પર્ધા’માં પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા દ્વારા યુવાનોમાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનો અને રાષ્ટ્રની લોકશાહી પ્રક્રિયાઓમાં સક્રિય ભાગીદારી વધારવાનો ઉદ્દેશ હતો. યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ભાગ લેશે. આ પ્રસંગે નંદકિશોર શર્મા, યુનિ.ના રજિસ્ટ્રાર ડો. આર.સી.ગઢવી, NYK-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, ડો.એસ.એસ. રાવ, ડો.મનીષા પાનવાલા, વિનતા રાવત, જયેશ ગાંધી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.