Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

NHSRCL એ સાબરમતી રેલ્વે સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો બ્લોક માંગ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના અમદાવાદમાં બુલેટ ટ્રેનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે. જેના કારણે ઓક્ટોબર 2023થી બુલેટ ટ્રેનનું કામ અટકી ગયું છે. NHSRCL એ સાબરમતી રેલ્વે સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો બ્લોક માંગ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું તેજ ગતિથી ચાલી રહેલા કામ વચ્ચે એક અડચણ આવી છે. તેના બાદ બુલેટ ટ્રેનનું કામ રોકી દેવાયું છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં બુલેટ ટ્રેનને દેશની પહેલી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ (MMTC) થી ચલાવવાની તૈયારી છે. આવામાં સાબરમતી  MMTC થી કાલુપુર રેલવે સ્ટેશનની વચ્ચે બુલેટ ટ્રેનના કોરિડોરનુ નિર્માણ થવાનું છે. અમદાવાદ રેલવે સ્ટેશનની ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે.

બે કિલોમીટર લાંબા ભાગમાં પશ્ચિમ રેલવે તરફથી ત્રીજી લાઈનના બ્લોક માટે હજી નિર્ણય લેવાયો નથી. આ કારણે કામ અટકી ગયું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોનું કહેવુ છે કે, ઓક્ટોબર, 2023 થી આ કામ બંધ છે.  બુલેટ ટ્રેનનું કામ રોકાવાને કારણે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવેની વચ્ચે ગતિરોધ છે. પશ્ચિમ રેલવેના આ હિસ્સા પર અધિકારીઓએ અત્યાર સુધી પુલના નિર્માણની પરમિશન આપી નથી. NHSICL નું કહેવું છે કે, સાબરમતી સ્ટેશનથી અમદાવાદના કાલુપુર સ્ટેશનની વચ્ચે નિર્માણ માટે પસાર થતી ત્રીજી લાઈનને બ્લોક કરવાની જરૂર છે. આવુ ન થવાને કારણે કામ રોકી દેવાયું છે. NHSICL ના સૂત્રોનું કહેવું છે કે, પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે થયેલી વાતચીત અનુસાર, જેમાં ત્રીજી લાઈનને બ્લોક કરવાની જરૂરત પર જોર આપવામાં આવ્યું છે, કારણ કે આ હાઈસ્પીડ લાઈન બહુ જ નજીકથી પસાર થાય છે.

NHSICL ના અધિકારીઓનું કહેવું છે કે, અમદાવાદમાં 8 સ્થાનો પર બિલુટ ટ્રેનનો કોરિડોર રેલવેની બહુ જ નજીક છે. તે કાલુપુર અને શાહીબાગની કેબિનની વચ્ચે બહુ જ નજીક છે. તેનું કુલ અંતર 2.2 કિલોમીટર છે. બુલેટ ટ્રેન એલિવેટેડ કોરિડોરાન એક તરફ રેલવે લાઈન છે અને બીજી તરફ વસ્તી છે. આ હિ્સસામાં બુલેટ ટ્રેનનું એલિવેટેડ કોરિડોરના નિર્માણ અને અવાજ અવરોધક લગાવવા માટે બે વર્ષના બ્લોકની જરૂર છે. તેના માટે રેલવેની ત્રીજી લાઈન પર ટ્રેનોનું સંચાલન રોકવું પડશે. NHSICL ના પ્રવક્તા અનુસાર, રેલવેને આ વિશે જાણ કરવામાં આવી છે, તેણે બ્લોક આપવા અને નિર્માણની પરમિશન માંગી છે.  NHSICL ના અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ અને કામને પહેલા જ પરમિશન મળી ગઈ હતી. સાબરમતીથી કાલુપુર વચ્ચે નિર્માણ કાર્ય માટે એક બ્લોકની જરૂર છે. તેમાં અન્ય ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. અધિકારીઓનું કહેવુ છે કે, ઉત્તર ભારતથી આવનારી તમામ ટ્રેનોને અમદાવાદના રુટ ઉપરાંત સાબરમતીમાં પૂર્ણ કરવામાં આવશે. આવામાં માત્ર મુંબઈ અને વડોદરા જનારી ટ્રેનો પ્રભાવિત થશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!