Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખેતરમાં જુગાર રમતા નવ જુગારીઓ પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદનાં કુંજરાવ ગામમાં બહારથી માણસો બોલાવી ખેતરમાં જુગાર રમાડાતો હતો. જ્યાં એલ.સી.બી.એ દરોડો પાડી મુખ્ય સુત્રધાર સહિત ૯ શખ્સોની અટકાયત કરી રૂ.૨૫ હજારની રોકડ જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી. મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના કુંજરાવ ગામમાં ભાથીજીવાળા ફળિયામાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે ખાટિયો પરસોત્તમભાઈ ડાભી બહારથી માણસો બોલાવી કુંજરાવ ગલુડી વિસ્તારમાં આવેલા ખેતરમાં પત્તાપાનાનો જુગાર રમાડતો હતો.

જ્યાં આણંદ એલસીબીએ દરોડો પાડીને ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ખાટિયો પરસોત્તમભાઈ ડાભી (રહે.કુંજરાવ), અંબુભાઈ મોતીભાઈ ડાભી (રહે.ચીનુકાકાની ખરી પાછળ-કુંજરાવ ગામ), શનાભાઈ ભાઈલાલભાઈ વાઘેલા (રહે.કણભઈપુરા દૂધની ડેરી સામે, તા. ઉમરેઠ), ભરતકુમાર ઉર્ફે ગોપાલ જશભાઈ સિંધા (રહે.સારસા વાંટામા પરબડી પાસે, તા.જિ.આણંદ), મનુભાઈ ખુશાલભાઈ રોહિત (રહે.સારસા સરકારી દવાખાના સામે, રોહિતવાસ, તા.જિ.આણંદ), સંજયભાઈ ઉર્ફે વિજયભાઈ તખતસિંહ રાઉલજી (રહે.રાસનોલ નહેર ઉપર, તા.જિ. આણંદ), ગની ઈબ્રાહીમ વ્હોરા (રહે. સામરખા મસ્જિદ પાસે, તા.જિ.આણંદ), રોશનશા સલેમશા દીવાન (રહે.રાસનોલ ભાથીજીવાળુ ફળિયું, તા.જિ.આણંદ) અને ઈમ્તીયાઝ નજીરભાઈ મલેક (રહે.આણંદ ૧૦૦ ફૂટ રોડ, ગ્રાનપાર્ક, મ.નં.-૨૩, તા.જિ.આણંદ) પાસેથી રોકડ રૂ.૨૪,૬૦૦ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!