Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાતમાં નકલી પનીરથી માંડી નકલી ટોલનાકા પકડાય છે ત્યારે હવે નકલી બીડી પકડાઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. એક અહેવાલ અનુસાર તપાસ એજન્સીઓની ટીમે કેશોદમાં નકલી બીડીના વિતરણ કરતા એક નેટવર્કને પકડી પાડ્યું હતું. જાણીતી  બ્રાન્ડ્સની આડમાં નકલી ઉત્પાદનો વેચાઈ રહ્યા હોવાનું બહાર આવ્યા બાદ આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓ પણ અચંબામાં મૂકાઈ ગયા હતા.

આ સ્ટિંગ ઓપરેશન એક કંપનીના ફિલ્ડ અધિકારીઓ અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, અધિકારીઓએ કોડીનારના રહેવાસી કિરણ નામના એક શંકાસ્પદ શખ્સને અટકાવ્યો હતો. તેની કારની તલાશી લેતા તમાકુંથી બનેલા નકલી ઉત્પાદનો મળી આવ્યા હતા.

એજન્સીના મતે આ રેકેટમાં મોટી બ્રાન્ડ્સના નકલી ઉત્પાદનો મળ્યા હતા. વળી, નકલી બીડીઓ હલકી ગુણવત્તાની હતી અને ઘણી ઓછી કિંમતે બનાવવામાં આવતી હતી, શંકાસ્પદ વ્યક્તિ તેને મૂળ બજારભાવે છૂટક વેપારીઓ અને ગ્રાહકોને વેચી રહ્યો હતો. આમ કરવાથી કંપનીને માત્ર આર્થિક નહીં પણ પ્રતિષ્ઠાની દૃષ્ટિએ પણ નુકસાન થયું હોવાનું કંપનીના જે કંપનીઓની નકલી બીડીઓ મળી આવી છે તેમણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ માટે એક એડવાઈઝરી પણ બહાર પાડી હતી. જેમાં તેમને સતર્ક રહેવા અને અજાણ્યા અથવા અનધિકૃત વેપારીઓ પાસેથી સ્ટોક ખરીદવાનું ટાળવા વિનંતી કરી હતી. કેશોદ પોલીસે તમામ નકલી માલ અને ગુનામાં વપરાયેલ વાહનને સત્તાવાર રીતે જપ્ત કર્યા છે. નકલી ઉત્પાદનોના મૂળને શોધવા અને નેટવર્કના અન્ય સભ્યોને શોધવા માટે હાલમાં વ્યાપક તપાસ ચાલી રહી છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.