Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરા શહેરનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડના છતનું સ્ટ્રક્ચર પડતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

અચાનક થયેલા આ અકસ્માતને કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને બસ સ્ટેશન ખાલી કરાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડનો ખાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કામગીરી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટનાના કારણે બસ વ્યવહાર ખોરવાયો છે.મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને બસોને બાદ સ્ટેશન બહારથી જ અન્ય રૂટ પર મોકલવામાં આવી રહી છે.