Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરના ભીલભવાલી ગામની સીમમાં જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમિટે એક વિમલના થેલામા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ના સાંજના સમયે રોજ પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન ફરતા ફરતા નવી ભીલભવાલી ગામની સીમમાં જાહેર રોડ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ વિમલના થેલામાં કેક વજનદાર વસ્તુ લઈને ચાલતો ચાલતો નવી ભીલભવાલી ગામ તરફ આવતો હોવાની પાક્કી બાતમી મળતા પોલીસે બાતમી આધારે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને  તેનું નામ પૂછતા તેનું નામ, ભુપેન્દ્ર દિલીપભાઈ વળવી (રહે.રૂમકીતળાવ ગામ, નિઝર)ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે તેના પાસેના વિમલના થેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ ૫૦ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૬,૩૮૦/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.