Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : વગર પાસ પરમિટે દારૂનાં જથ્થા સાથે એક પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં બોરઠા ગામેથી વગર પાસ પરમિટે પોતાના ઘરમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ 04/03/2025 નારોજ રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, બોરઠા ગામે એક ઈસમ પોતાના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનું ચોરી છુપીથી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક ઈસમ હાજર મળી આવતાં તેનું નામ પૂછતા તેને રમેશ દાનાભાઈ ઉર્ફે નાનાભાઈ વળવી (રહે.બોરઠા ગામ, નિઝર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ શખ્સને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી પૂંઠાનાં અલગ અલગ બોક્ષમાં તથા કાપડની થેલામ ભારતીય બનાવટની વિદેશી દારૂની અગલ અલગ વ્હિસ્કી તથા ટીન બીયરની નાની મોટી કૂલ 285 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 22,145/- હતી. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ રમેશ વળવી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.