Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

OTT પર ધૂમ મચાવવા માટે આવી રહી છે કોમેડી ફિલ્મ ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોમેડી ડ્રામા ફિલ્મ ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ થિયેટર્સ બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ખિચડી 2 ના ડિજિટલ પ્રીમિયરની જાહેરાત થઈ ચૂકી છે. ખિચડીના પહેલા પાર્ટમાં સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જમનાદાસ મજેઠિયા, કીર્તિ કુલ્હારી, અનંત વિધાત શર્મા, રેયાંશ વીર ચડ્ઢા, ફ્લોરા સૈની જેવા શાનદાર સ્ટાર્સે પોતાની ભૂમિકાઓથી લોકોને ખૂબ હસાવ્યા છે. હવે એક વાર ફરી પૂરી ટીમ દર્શકોને હસાવવા માટે તૈયાર છે. ફરાહ ખાન અને પ્રતીક ગાંધીનો ધમાકેદાર કેમિયો પણ જોવા મળવાનો છે.

ટીવીના ફેમસ સિટકોમ શો ખિચડીએ લાંબા સમય સુધી દર્શકોને ખૂબ હસાવ્યા છે. ખિચડી 2010માં મોટા પડદે ફિલ્મ બનીને આવી હતી. ગયા વર્ષે ફિલ્મની સીકવલ ખિચડી 2 થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. એક વાર ફરી હંસા, પ્રફુલ્લ, જયશ્રી અને બાબુજીની કોમેડી જોવા મળવાની છે. જેને જોઈને તમે ખૂબ હસવાના છો. ફિલ્મને લોકોની સાથે-સાથે ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

ફિલ્મનું પ્રીમિયર તારીખ 9 ફેબ્રુઆરી 2024એ ZEE5 હશે. સીક્વલમાં પારેખ પરિવાર દુનિયાને બચાવવા માટે એક મિશન પર નીકળે છે. જેમાં પ્રફુલ્લ ડબલ રોલમાં છે અને તેમને એક કાલ્પનિક દેશ પંથુકિસ્તાનના સમ્રાટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના લેખક અને ડાયરેક્ટર આતિશ કાપડિયા છે. જમનાદાસ મજેઠિયા અને આતિશ કાપડિયાના હેટ્સ ઓફ પ્રોડક્શનના બેનર હેઠળ ખિચડી વર્ષ 2002માં ટીવી સીરિયલ તરીકે રિલીઝ થઈ હતી. જે બાદ ઈન્સ્ટન્ટ ખિચડી નામથી સીરિયલની બીજી સીઝન 2004માં પ્રસારિત થઈ જ્યારે 2010માં આને ફિલ્મનું રૂપ મળ્યુ.