આહવાના હિલટોપ સોસાયટીમાં ભાડાના રહેણાંક મકાનમાં રહેતા વિષ્ણુભાઈ અજુભાઈ ચૌધરીએ આહવા ખાતે આવેલ ઈન્ડિયન પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે. 
રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે નોકરી પુરી કરી આખા દિવસના કલેક્શનમાથી રૂ.૨,૪૭,૦૦૦ રૂપિયા કેશિયર રાકેશભાઈ સુરેશભાઈ દેશમુખ પાસેથી લઈને સાથેના કર્મચારી ભાવેશભાઈ સાથે હીલટોપ સોસાયટી ખાતેના રૂમ ઉપર ગયા હતાં અને નાણાં બેગમાં મુકયા હતાં. બીજા દિવસે સાંજે ભાવેશભાઈ ચૌધરી રૂમ ઉપર ગયેલા હતાં. તે વખતે તેઓએ તેમને ફોન કરીને જણાવેલું કે, રૂમમાં ચોરી થયેલ છે .મેનેજરે જઈને પોતાની બેગમાં મુકેલ રૂ.૨,૪૭,૦૦૦/-બેગમાં જોવા મળેલ નહી અને ચોરી થયેલાનું જણાઈ આવ્યું હતું. જેતી આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



