Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Raid : ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૦ જુગારીઓ ઝડપાયા, રૂપિયા ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લા એલ.સી.બી.પોલીસે ઓલપાડના સરોલ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં એડવાન્સમાં જન્માષ્ટમીના આઠમનો જુગાર રમતા ૧૦ જુગારીઓને રૂપિયા ૧૪,૫૬,૨૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા એલ.સી.બી. શાખાની પોલીસને બાતમી મળી હતી કે, મૂળ જૂનાગઢ જિલ્લાનો વતની વિપુલ અરજણ પાસાણીનું સરોલ ગામની સીમમાં સ્પ્રિંગ ફિલ્ડ વિલા ફાર્મહાઉસ આવેલું છે. તે આ ફાર્મના મકાન નંબર એ/પમાં જુગાર રમી-રમાડી રહ્યો છે. જેથી પોલીસે મકાનમાં રેઇડ કરતા ત્યાંથી એક મહિલા સહિત ૧૦ જુગારીઓ જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા.

આમ પોલીસે દાવ પરના રોકડા રૂપિયા ૧૪,૫૦૦/-, અંગઝડતીના રોકડા રૂપિયા ૧,૨૧,૭૧૦/- મળી કુલ રોકડા રૂપિયા ૧,૩૬,૨૧૦/- તથા ૨ કાર કુલ કિંમત રૂપિયા ૧૦ દસ લાખ, મોબાઈલ નંગ-૧૫ મળી કુલ રૂપિયા ૧૪,૫૬,૨૧૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પકડેલા આઠ જુગારીઓ સૌરાષ્ટ્રના વતનીઓ છે અને સુરત જિલ્લા-શહેરમાં રહે છે. જે પૈકી ભાવનગરનો જગદીશ ગોરધન ડાભી (હાલ રહે.જી.૩૦૨, શ્રીનાથજી રેસિડેન્સી, છાપરાભાઠા રોડ-અમરોલી), જૂનાગઢનો વિપુલ અરજણ પાસાણી (હાલ રહે.એપ, સ્પ્રિંગ ફિલ્ડ વિલા, સરોલ,તા.ઓલપાડ), જસદણનો પરેશ ગોરધન ખુટ (હાલ રહે.સી.ર, ઘર નં.૬૦૨,શિવધારા સોસાયટી,મોટા વરાછા,સુરત). મૂળ મોરબી જિલ્લાનો જગદીશ દિનેશ ઠાકર (હાલ રહે.એ.૩/૧૦૮, રોયલ રેસિડેન્સી, વાલક, સુરત શહેર) ઝડપાઈ ગયા હતા.

જ્યારે મૂળ અમરેલીની એક મહિલા સહિત ચાર આરોપીઓ પૈકી કાજલબેન રાહુલ કથીરીયા (હાલ રહે.ઘર નં-૧૧૫, સંસ્કાર વિલા જકાતનાકા, સુરત), ઘનશ્યામ જીવા કોઠિયા (હાલ રહે.જે.૧, ઓપેરા ફાર્મ, પાસોદરા પાટિયા પાસે, ખોલવડ, તા.કામરેજ), ગોપાલ હરિદાસ હરિયાણી (હાલ રહે.ઘર નં.૧૧૫, મિરાનગર-૨, ખોડિયારનગર પાસે,મિનીબજાર,સુરત), પરેશ છનાભાઈ મકવાણા (હાલ રહે.સી. ૧૧૦૮, સુમન સહકાર આવાસ, કબસ્તાન પાછળ, મોટા વરાછા, સુરત)ને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત બે લોકલ આરોપીઓ પૈકી વિમલ કાંતિ પટેલ (રહે.૭, પટેલ નગર, જહાંગીરપુરા, સુરત), વીકી રાજુભાઈ ચરખાવાલા (રહે. ઈ-૧૦૩, સ્નાઈ રેસિડેન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત) મળી કુલ ૧૦ જુગારીઓને ઝડપાઈ ગયા હતા.