Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારામાં દબાણ હટાવવા પહોંચેલ નગરપાલિકાની ટીમ અને નગરસેવકો વચ્ચે રકઝક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા નગરનાં બજાર વિસ્તારમાં આવેલ દબાણ મુદ્દે વિતેલા દિવસોમાં હાઈકોર્ટમાં પણ પ્રશ્ન ગાજ્યા બાદ નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. તે દરમિયાન નગરસેવકો સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ પાલિકાની ટીમ અને નગરસેવકો વચ્ચે રકઝક થતા આખરે લેખિતમાં બાંહેધરી લઈને પાલિકાની ટીમ રવાના થઈ હતી.

વ્યારા નગરપાલિકામાં મુખ્ય બજારમાં આવેલ મીના કલોથ સ્ટોર દ્વારા મુખ્ય માર્ગનું દબાણ અંતર્ગત ચાલી રહેલા પ્રકરણમાં વિતેલા દિવસોમાં હાઈકોર્ટે પણ આ મુદ્દે ઉઘડો લીધો હતો. જે પ્રકરણમાં દબાણ હટાવવા માટે નગરપાલિકાની ટીમ તૈયારી સાથે સ્થળ ઉપર પહોંચી હતી. પરંતુ તે દરમિયાન નગરસેવકો સ્થળ ઉપર પહોંચ્યા હતા. દબાણ હાલ નહીં હટાવવા મુદ્દે નગરસેવકો દ્વારા નગરપાલિકાની ટીમને જણાવતા જેઓ આમને-સામને આવી ગયા હતા. દબાણ મુદ્દે નગરપાલિકાની ટીમ તથા નગરસેવકો વચ્ચે ચાલેલી લાંબી રકઝક બાદ આખરે ટીમ લેખિતમાં બાંહેધરી લઈને રવાના થઈ ગઈ હતી જયારે કેટલાંક દૂકાનદારોએ દબાણ હટાવવા સમય માંગ્યો હતો.