Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારાનાં તાડકુવા ખાતેની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા  24મો સ્થાપના દિવસ 05/02/2024નાં રોજ કોલેજ અને હોસ્પિટલના કેટલાક સ્ટાફ સભ્યોના સન્માન દ્વારા ઉજવ્યો જેઓ સંસ્થા સાથે શરૂઆતથી જોડાયેલા છે. જેમાં ડો.ધ્રુની ગવલીએ સ્વાગત પ્રવચન કર્યું અને સંસ્થા માટે ખંતપૂર્વક કામ કરનારા સાથીદારોને બિરદાવ્યા હતા.

પ્રિન્સિપાલ ડૉ.જ્યોતિ રાવે સંસ્થા દ્વારા થયેલી પ્રગતિની સંક્ષિપ્ત ઝાંખી આપી હતી અને તત્કાલિન પ્રમુખ, સેક્રેટરી અને અન્ય ટ્રસ્ટી સભ્યો જેમ કે સ્વ.ડૉ.માર્કંડ ભટ્ટને સંસ્થાના ઉત્થાન માટેના તેમના અથાક પ્રયાસો બદલ શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં દક્ષેશભાઈ શાહ, ડો.પ્રમોદભાઈ પટેલ, ડો.ભાવિનભાઈ મોદી, ડો.પંકજભાઈ લાઠીયા, ડો.સ્વપ્નિલભાઈ ખેંગાર, ડો.અશોકભાઈ ગુંદીગરા અને કેતનભાઈ શાહે સંસ્થા સાથે કામ કરવાનો અનુભવ વ્યક્ત કર્યો.

કૉલેજની શરૂઆતથી જ કાર્યરત સંસ્થાના કર્મચારીઓ દ્વારા કેક કાપવામા આવી અને તેમને ખાસ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો.ધ્રુની ગવલીએ આખા કાર્યક્રમને ખુબ જ સરળ અને અસરકારક રીતે પાર પાડયો. કાર્યક્રમના અંતમાં ડો.સ્વપ્નિલ ખેંગારે આભાર વિધિ સંપન્ન કરી હતી અને તેમની કારકિર્દી ઘડવા બદલ સંસ્થાનો આભાર માનવાનું ભૂલ્યા નહિ. કોલેજે સ્ટાફના તમામ સભ્યો માટે નાસ્તો અને કેકની વ્યવસ્થા કરી હતી. પ્રિન્સિપાલ ડો.જ્યોતિ આર.રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!