Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્કૂલ બસને ગંભીર અકસ્માત : 10 બાળકો સહીત ચાલકને પણ ઈજા પહોંચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 જેટલા બાળકોને ઇજા પહોંચી છે, જેમાંથી 5 બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે સ્કૂલ બસ બાળકોને લઇને જઇ રહી હતી. તે દરમિયાન સતાપર ફાટક પાસેના દબડા નજીક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા. બસમાં સવાર 10 બાળકો પૈકી ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી. 10 બાળકો પૈકી 5 બાળકોને વધુ ઇજા પહોંચતા તેમને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના જે બાળકો સ્વસ્થ છે તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.