પારડી પોલીસને બાતમી મળી હતી કે, પારડી સ્વાધ્યાય મંડળ રોડ ઉપર આવેલા બલરામ ગેરેજ પાછળ એક ઘરની બહાર આવેલા ખુલ્લા ઓટલા ઉપર કેટલાક ઈસમો કૂંડાળું વાળીને જુગાર રમી રહ્યા છે. 
આ બાતમીને આધારે પોલીસે છાપો માર્યો હતો અને જુગાર રમી રહેલા જીતુભાઈ કાશીનાથ રણછોડ, સુનીલભાઈ ભીમાભાઈ પવાર, મુકેશભાઈ ભીમાભાઈ પવાર, રાજુભાઈ સુરેશભાઈ પવાર, અબ્દુલ રઝાક ઈસ્મિયાલ શેખ, રાજેશ સુરેશભાઈ પવાર અને રમેશભાઈ મારુતિ દેવકરને રંગેહાથ ઝડપી પાડયા હતા. આરોપીની અંગઝડતીમાં મળી આવેલી રોકડ ૬,૩૩૦ તથા દાવ ઉપરથી મળી આવેલા રોકડ રૂપિયા ૫૩૦ તથા મોબાઈલ ફોન નંગ ૦૪, ગંજીપાના નંગ પર તથા પથારણું કુલ કિંમત રૂ.૨૨,૩૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.



