Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહારાષ્ટ્ર રાજ્યની ST બસમાંથી બે યુવકને વગર પાસ પરમિટે દારૂ સાથે ઝડપી પાડ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડનાં બાજીપુરા ગામનાં સુમુલ ડેરી ચેક પોસ્ટ ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યની ST બસમાંથી બે યુવકને વગર પાસ પરમિટે દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો બાજીપુરા બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિરપુર-સુરત રૂટની મહારાષ્ટ્ર રાજ્યની ST બસ નંબર MH/20/BL/3469માં બે ઈસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો બેગમાં ભરીને સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો નવાપુરથી સુરત તરફ જતાં રોડ ઉપર વાહન ચેકીગમાં હતા.

તે દરમિયાન બાતમીવાળી બસ આવતાં જોઈ પોલીસે બસને હાથનો ઈશારો કરી ઉભી રાખવી હતી. ત્યારબાદ પોલીસે બસમાં તપાસ હાથ ધરતા બસના સીટની ઉપર આવેલ કેરિયર ઉપર મુકેલ ચાર બેગમાં ખોલીને જોતા તેમાં ઈંગ્લીશ દારૂની બોટલો તથા બીયરનાં ટીન મળી કુલ રૂપિયા 64 નંગ બોટલો મળી આવી હતી.

ત્યારબાદ પોલીસે બેગ સાથેના બે ઈસમોને બસ નીચે ઉતારી તેમના નામ પૂછતા પહેલાએ તેનું નામ, રત્નેશ અનીલ સોનાર (રહે.દેસાઈપુરા, દાદા ગણપતિ રોડ, નંદુરબાર) અને બીજાનું નામ આકાશ ગણેશ ફબીયાની (રહે.સિંધી કોલોની, સાંઈ બિલ્ડીંગ, ભુસાવલ)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નંદુરબાર ખાતેના જયેશ સિંધી નામના ઈસમે આપ્યો હતો અને સુરત ખાતેથી તેનો માણસ જેના નામઠામની ખબર નથી તેણે આપવાનો હતો. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 54,485/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નંદુરબારનાં એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.