સુરત શેહરમાં આપધાતના વધુ ત્રણ બનાવમાં સચીનમાં પત્ની સાથે રકઝક થયા બાદ પતિનો આપધાત અને કતારગામમાં બિમારીના લીધે વૃધ્ધ અને વરાછામાં નાંણાકીય તકલીફ પડતા રત્નકલાકારે આત્મહત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન જી.આઇ.ડી.સીમાં પાલીગામમાં તળાવ પાસે કૈલાશનગર સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય રણજીત સંતરામ તિવારી ગત તા.૧લીએ સાંજે ઘરમાં દરવાજો બંધ કરીને પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
પોલીસે કહ્યુ કે, રણજીત મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તેનો પત્ની સાથે બોલાચાલી થઇ હતી. જેથી લીધે તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ. જયારે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી. તે મજુરી કામ કરે છે. બીજા બનાવમાં કતારગામમાં ફુલપાડા રોડ પર બોરડી ફળિયામાં રહેતા ૬૬ વર્ષીય કાંન્તીભાઇ નાનુભાઇ પટેલ ગત સવારે ઘરમાં ડેટોલ લીકવીડ પી જતા પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. પોલીસે જણાવ્યું કે, કાંન્તીભાઇ છેલ્લા ધણા સમયથી વૃષણમાં દુઃખાવો થતો અને તકલીફ હતી. જેના લીધે તે કટાંળી જઇને આ પગુ ભર્યુ હોવાની સકયતા છે.
તે નિવૃત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી એને બે પુત્ર એમ્બ્રોઇડરીના કામ સાથે સંકળાયેલા છે. ત્રીજા બનાવમાં વરાછામાં લંબે હનુમાન રોડ મારૃતી ચોક પાસે પરિમલ સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય મેહુલ અનિલ બારૈયા આજે સોમવારે સવારે ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જયારે મેહુલ મુળ ગીર સોમનાથમાં ઉનાનો વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો. પણ હીરામાં મંદીના લીધે તેને નાંણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને સંતાનમાં એક પુત્ર છે.



