સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં ગ્રામ્ય માંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૧૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે.
તમામને સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે લાવી, તેઓની પુછપરછ કરી નાગરીકતા અંગે વેરીફીકેશન અંગેની કામગીરી ચાલુ કરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. 




