વ્યારા નગરમાં એક વેપારીએ યુવતીની છેડતી કરતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. વ્યારામાં ભારત સ્વીટ માર્ટનાં સંચાલક મુકેશ કેશારામ ચૌધરીએ યુવતીની છેડતી કરી છે. મૂળ રાજસ્થાનનાં અને કેટલાય વર્ષોથી વ્યારામાં ભારત સ્વીટ માર્ટ ચલાવતા મુકેશ ચૌધરી સામે પોલીસે કાર્યવાહી શરૂ છે. વ્યારા પોલીસે ફરિયાદના આધારે મીઠાઈના વેપારી મુકેશ ચૌધરી સામે પીધેલા અને છેડતી અને એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કર્યો છે.




