Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : છેલ્લા ૯ વર્ષથી છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૯ વર્ષથી છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો તાપી જીલ્લાનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા ૯ વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનનાં છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.૪૦., રહે.કઠોર ગામ,તા.કામરેજ, જિ.સુરત)નાને તારીખ ૧૩/૦૩/૨૦૨૫ નારોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.