સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસેથી ટ્રાવેલ્સ બસમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂનાં તેમજ બીયર ટીનના ખાખી પુઠ્ઠાનાં બોક્ષ સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ રૂપિયા ૪૯,૮૪,૬૪૦/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ કામે પોલીસ ચોપડે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ. તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફનાં માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. 
તે દરમ્યાન તારીખ ૧૯/૦૫/૨૦૨૫ નાંરોજ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ‘મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક સફેદ કલરની સ્લીપર કોચ વાળી ‘સમય’ નામની ટ્રાવેલ્સ બસ નંબર જીજે/૧૭/યુયુ/૦૨૫૫માં ચોરખાના બનાવી તેમાં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી તાપી જીલ્લા થઇ વડોદરા ખાતે જનાર છે.’ જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ ઉપર પ્રોહી. નાકાબંધીમાં હતા. તે સમયે બાતમીવાળી સફેદ કલરની સ્લીપર કોચ ‘સમય’ નામની ટ્રાવેલ્સ બસ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા તેને રોકી રોડની સાઇડમાં ઉભી કરાવી હતી. ત્યારબાદ ટ્રાવેલ્સનાં ઉપરનાં છતનાં ભાગે બનાવેલ ખાનાઓ ખોલી જોતા તેમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂનાં તેમજ બીયર ટીનના ખાખી પુઠ્ઠાના બોક્ષ ભરેલ મળી આવતા હતા.
ત્યારબાદ પોલીસે ગોપાલ કાલુલાલ ગાયરી (ઉ.વ.૩૪., રહે.ચુંડાવતો કાગુડા, પોસ્ટ.રાવલીયા ખુર્દ, તા.ગોગુંદા, જિ.ઉદયપુર, રાજસ્થાન) અને લક્ષ્મણસીંગ ખુમાનસીંગ રાજપુત (ઉ.વ.૩૧, રહે.ગામ-ઓબરાકલા, તા.ગોગુંદા, જિ.ઉદયપુર, રાજસ્થાન)નાઓએ ઝડપી પડ્યા હતા. આમ, પોલીસ ટ્રાવેલ્સ બસ જેની આશરે કિંમત રૂપિયા ૧૫ લાખ અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂના કુલ બોક્ષ ૨૩૯માં કંપની સીલબંધ નાની મોટી કુલ બોટલો અને ટીન નંગ ૩,૨૪૦ જેની કુલ કિંમત રૂપિયા ૩૪,૬૯,૪૪૦/-નો પ્રોહી. મુદ્દામાલ તથા ૨ નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા ૪૯,૮૪,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે આગળની વધુ કાર્યવાહી માટે બંને આરોપીઓને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ આવ્યા હતા.




