Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઝડપાયો, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના સયાજી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા ઈસમને જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હાર જીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૦/૦૮/૨૦૨૪ના રોજ સયાજી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા છગન ગેબાભાઈ વસાવાને પોતાના ઘરની આગળની આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હાર જીતનો જુગાર રમાડતા ઝડપી પાડી તેની પાસેથી જુગાર રમવાના સાધનો જેમાં આંકડા લખેલ કાપલીઓ, બોલપેન, કોરી કાપલીઓ, પેપર પેડ તથા અલગ અલગ દરની ચલણી નોટો રોકડ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. જયારે પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાના લખેલ આંકો લેનાર સતીશ બાબુલાલ શર્મા (રહે.રાયગઢ ગામ, નિઝર)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.