Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતમાં BRTS રૂટ પર બસ દોડાવતી એજન્સી સામે ઓછી બસ દોડાવવા પાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત પાલિકાના BRTS રૂટ પર બસ દોડાવતી એજન્સી સામે ઓછી બસ દોડાવવા તથા અનેક ગંભીર ફરિયાદ બાદ પાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. પાલિકાએ હંસા એજન્સીને 50 એસી બસ દોડાવવા કોન્ટ્રાક્ટ આપ્યો પણ તેમાંથી 23 બસ બ્રેક ડાઉન છે જેના કારણે BRTSમાં બસની સંખ્યામાં ઘટાડો થતાં મુસાફરોને બસ નથી મળતી અનેક સમસ્યા થઈ રહી હોવાથી પાલિકાએ આકરા પગલા ભરવા માટે કવાયત શરૂ કરી છે.

સુરત પાલિકામાં BRTS, રૂટમાં 50 એસી બસ દોડાવવા માટે હંસા વાહન ઈન્ડિયા પ્રા.લિ.ને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પરંતુ એજન્સીની 23 બસ ડેપોમાં મેઈન્ટેનન્સ માટે ઉભી થઈ ગઈ છે. આજે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ સાયણ રોડ પર આવેલા ડેપોની મુલાકાત લીધી તેમાં 23 બસ એજન્સીની બ્રેક ડાઉન હતી.

આ ઉપરાંત આ એજન્સી સામે અનેક ફરિયાદ પણ છે. હાલમાં આ એજન્સીની બસમાં એસી ચાલતા ન હોવાની અનેક ફરિયાદ છે તેની સાથે સાથે અનેક વખત ડ્રાઈવરો દ્વારા બસના દરવાજા ખુલ્લા રાખીને બસો દોડાવવામાં આવે છે તેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. આવા અનેક વિડીયો વાયરલ થતા પાલિકાની ઈમેજને ધક્કો પહોંચી રહ્યો છે. આવી અનેક ફરિયાદ બાદ એજન્સીને બ્લેક લિસ્ટ કેમ ન કરવી તે માટેની નોટિસ સાથે ખુલાસો માંગવામાં આવ્યો છે.