પારડીમાં ગતરોજ જૂની મામલતદાર કચેરી સામે હાઇવે નંબર 48 ઉપર સર્વિસ રોડની બાજુમાં આવેલું ઝાડ અચાનક ઓફિસો અને દુકાનો ઉપર તૂટી પડયું હતું. આ સાથે જ ઓફિસમાં કામ કરી રહેલા એડવોકેટ નિરંજનભાઈ શાહ અને એમના સ્ટાફ તથા 10થી 15 અસીલો દોડીને બહાર આવી જતા તેઓનો બચાવ થયો હતો. બાજુમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવતા શૈલેષભાઈ આહીર અને એમના સ્ટાફ તથા કર્મચારીઓનો પણ ચમત્કારી બચાવ થયો હતો. એ જ રીતે બાજુમાં દુકાન ચલાવતા સોનાબેન દેસાઈ, કેઝરભાઈ વોહરાનો પણ બચાવ થયો હતો.
જોકે ત્યાં પાર્ક કરવામાં આવેલી નિરંજનભાઈ અને શૈલેષભાઈની કાર તથા ઓફિસોને નુકસાન થયું હતું. નિરંજનભાઈ શાહના જણાવ્યા મુજબ રોડ વિભાગ અને પારડી પાલિકાએ નડતર ઝાડની ડાળખીઓ દૂર કરી ન હતી. તેથી આ ઘટના ઘટી હતી. ઘટના અંગે તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસરને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે ત્રણ જગ્યાએ ઝાડ પડ્યા છે. કર્મચારીઓ પારડી જૂની મામલતદાર કચેરી સામે વૃક્ષ દુકાન ઉપર ધરાશાઈ વારાફરતી ઝાડ ખસેડી તમારે ત્યાં પહોંચશે. ત્યારબાદ બે કલાક પછી પાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તૂટી પડેલી ડાળીઓ દૂર કરી હતી.(ફાઈલ ફોટો)



