ચોમાસાની સીઝન દિન-પ્રતિદિન જામી રહી છે ત્યારે વડોદરા જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ જિલ્લાના પાદરા ખાતે 137 મી.મી નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ડેસર તાલુકામાં 92 મીમી નોંધાયો છે. જોકે મોસમના કુલ વરસાદનો 19.13 ટકા મેઘો પાદરામાં અને મોસમનો સૌથી ઓછો 6.13 ટકા સાવલી ખાતે નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં મોસમનો 12.30 ટકા કુલ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ડભોઇ ખાતે ગત 24 કલાક દરમિયાન 2 મીમી વરસાદ નોંધાયો છે અને મોસમનો કુલ વરસાદ 12.58 ટકા જેટલો પડ્યો છે. વાઘોડિયા ખાતે મોસમનો ફુલ વરસાદ 11.17 ટકા અને કરજણમાં 17.75 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે શિનોરમાં 16.03 ટકા અને ડેસરમાં 11.43 ટકા વરસાદ મોસમનો પડી ચૂક્યો છે.




