વડોદરામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ સહિતના વિવિધ વિભાગો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિતના સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે પૈકી ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ પોલીસે પંચમુખી હનુમાન મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તારીખ 7મીએ નીકળનારી રથયાત્રા દરમિયાન રૂટમાં કોઇ અડચણ ના પડે તે માટે ડીસીપીએ કોર્પોરેશન, વીજ કંપની અને BSNLનાં અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી હતી.




