Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા ખુબ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત હોવાથી મે મહિના સુધી આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. કૉનવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ દરમિયાન અંગુઠા પર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે કાંગારુઓ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી શક્યો ન હતો. હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેની ઈજા પર અપડેટ આપ્યું છે અને કહ્યું કે, તેના અંગુઠાની સર્જરી થશે. જેના કારણે તે 8 અઠવાડિયા સુધી મેચથી દુર રહેશે.

કૉનવે સીએસકેને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂ મિકા નિભાવી હતી. તે આઈપીએલ 2023માં સીએસકે માટે સૌથી વધુ 672 રન બનાવનાર બેટ્સમેન હતો. તે ફાઈનલમાં 25 બોલ પર 47રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. કૉનવેના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ઋતુરાજ ગાયકવાડની સાથે કોણ ઓપનિંગ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની સામે આ એક મોટો સવાલ છે. માહીની પાસે અજિક્ય રહાણેના રુપમાં એક અનુભવી વિકલ્પ છે. રહાણે માટે ગત્ત આઈપીએલ સીઝન શાનદાર રહી હતી. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની શરુઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચથી સીઝન શરુ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટનું ઓપનિગ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચ રમશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!