Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ જિલ્લાની શાળાઓના સંચાલકો સાથે મતદાન જાગૃતિ બાબતે MOU કરવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અનુદાનિત અને બિનઅનુદાનિત133શાળાઓનાસંચાલકો સાથે મતદાન જાગૃતિ સંદર્ભેMOU કરવામાં આવ્યા ૬૫૦થી વધુ કાર્યવાહકોએનાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરી આગામી તારીખ ૭મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે ઉદેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય)માં SVEEP પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ સંદર્ભે સઘન કામગીરી કરવાના હેતુસર અનુદાનિત અને બિનઅનુદાનિત ૧૩૩ શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૬૫૦થી વધુ કાર્યવાહકો જોડાયા હતા અને મતદાન જાગૃતિની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અને વધુને વધુ નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરવા માટે તૈયારી બતાવી હતી. કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 22,23 એપ્રિલના રોજ વધુ 600 શાળાઓ સાથે મતદાન જાગૃતિ સંદર્ભે MOU કરવામાં આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!