શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે રામોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અયોધ્યામાં કરવામાં આવેલ હતું જેમાં કન્યા વિદ્યાલય અસ્તાન શાળાની ગરબાની ટીમની પસંદગી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર કચેરી દ્વારા કરવામાં આવી હતી અને તારીખ 28/01/ 2024થી તારીખ 30/01/2024 સુધી ત્રણ દિવસ પ્રાચીન-અર્વાચીન ગરબા રજૂ કરવાનો સુવર્ણ અવસર શાળાને મળ્યો હતો. જે બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ ધન્યતા સાથે ગૌરવની લાગણી અનુભવી હતી.




