Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કમબેકની તૈયારી સાથે સામંથાએ મલેશિયામાં વેકેશનના ફોટોગ્રાફ્સ શેર કર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સામંથા રૂથ પ્રભુએ પાન ઈન્ડિયા સ્ટાર તરીકે ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પામાં ઊ…અંટ્વાના કારણે જાણીતી બનેલી સામંથાએ પુષ્પા 2માં સ્પેશિયલ સોન્ગની ઓફર નકારી હતી. પુષ્પા પછી સામંથાએ બીમારીની સારવાર માટે લાંબો બ્રેક લીધો હતો. સારવારની સાથે મનપસંદ લોકેશન્સ પર વેકેશન એન્જોય કર્યા પછી સામંથાએ કમબેકનું એલાન કર્યું છે. કમબેકની તૈયારી સાથે સામંથાએ મલેશિયામાં વેકેશનના ફોટોગ્રાફ્સ સેર કર્યા હતા.  સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોગ્રાફ્સ વાઈરલ બની રહ્યા છે.

મલેશિયાના દાતાઈ લાન્ગકાવિ ખાતે વેકેશન દરમિયાન સામંથાએ પાણીના ધોધ અને ગીચ વનરાજી વચ્ચે ફોટોશૂટ કરાવ્યું હતું. બિકીની ફોટોગ્રાફ્સને સામંથાએ ‘હાઈએસ્ટ લવ’ કેપ્શન સાથે શર કર્યા હતા. આ ફોટોગ્રાફ્સમાં સામંથા બિલકુલ સ્વસ્થ જણાય છે. ફોટોગ્રાફ શેર કર્યા તેના આગલા દિવસે સામંથાએ વર્કઆઉટ અંગે વાત કરી હતી. આ સાથે સામંથાએ પોતાનું વજન 50 કિલો હોવાનું જણાવ્યુ હતું. સામંથાએ ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ ફિટનેસ પણ પાછી મેળવી લીધી હોવાનું જણાઈ રહ્યું છે. મિઓસિટીસની સારવાર માટે બ્રેક લીધા પછી સામંથાએ હેલ્થ પોડકાસ્ટ સાથે કામબેક કર્યું છે.

આ હેલ્થ પોડકાસ્ટમાં સામંથાએ બીમારી સામેના પોતાના સંઘર્ષ અને સફળતા અંગે વાત કરી છે. કપરા સંજોગોમાં ટકી રહેવાનું મનોબળ આ પોડકાસ્ટમાં જોવા મળે છે. સામંથાની છેલ્લી ફિલ્મ કુશી હતી. તેના પહેલા શાકુંતલમ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો ફ્લોપ રહેવા છતાં સામંથાના ફોલોઅર્સ ઘટ્યા નથી. અંગત કારણોસર ચર્ચામાં રહેલી સામંથા પાછલા કેટલાક દિવસથી પોતાના ફોટોગ્રાફ્સ અને બોલ્ડ ઓપિનિયન શેર કરી રહી છે. આગામી સમયમાં સામંથાની વેબ સિરીઝ સિટાડેટલ રિલીઝ થઈ હતી. સામંથાએ હજુ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી, પરંતુ કેટલાક ફિલ્મ મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે.