મીડિયાસૂત્રોના હવાલ મુજબ બુધવારે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક હાઇવેનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હાલમાં, આશરે 500 લોકો બચાવ કામગીરી માટે સ્થળ પર છે.રાજ્યના પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે મેઇઝોઉ શહેર અને ડાબુકાઉન્ટી વચ્ચેના S12 હાઇવેનો 17.9-મીટર (58.7-ફૂટ) પટ બુધવારે સવારે 2:10 વાગ્યે (મંગળવારે 18:10 GMT)માં તૂટી ગયો હતો, જેમાં 18 વાહનોમાંડઝનેક લોકો પણ ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે લોકોનેઘટનાસ્થળ થી બાહર કાઢી લેવામાં આવ્યા હતા તેઓ “હાલમાં જોખમમાં નથી.” સૂત્રોદ્વારા શેર કરવામાં આવેલા ઓનલાઈન ફરતા વિડિયોમાં એક ઊંડા ખાડામાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો દેખાય છે જેમાં કાર પડી હોય તેવું દેખાય છે. આ હાઇવે તૂટી પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.




