Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રીક્ષામાંથી દારૂનાં જથ્થા સાથે ચાર ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેરનાં અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે અડાલજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કલોલ તરફથી આવતી રિક્ષાને ઝડપી લીધી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી 67 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અડાલજ પોલીસની ટીમ કલોલ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી.

તે સમયે શેરથા પાસે કલોલ તરફથી આવી રહેલી એક રીક્ષા શંકાસ્પદ જણાઈ હતી જેના પગલે પોલીસ દ્વારા આ રીક્ષાને ઉભી રાખવામાં આવી હતી અને તેમાં સવાર ચાર શખ્સોની પૂછપરછ કરતા તે અજય ઉર્ફે અરુણ અનિલભાઈ સોલંકી (રહે.દરિયાપુર) જયેશ અશોકભાઈ નાડીયા (રહે.નરોડા), પરેશ જયંતીભાઈ નાડીયા (રહે.નરોડા) અને કાતક ઉર્ફે કશીશ પ્રવીણભાઈ હડિયલ (રહે.નરોડા) હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમની રિક્ષામાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ માર્કાની 139 જેટલી બોટલ મળી આવી હતી. જે દારૂ સંદર્ભે પૂછપરછ કરતા તેઓ છૂટક વેચાણ કરવા માટે આ દારૂ લઈ જતા હોવાનો જણાવ્યું હતું પરંતુ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે સંદર્ભે કાંઈ બોલવા તૈયાર થયા ન હતા. જેથી પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરીને 67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.