Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમણે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો છે. ગેનીબેને જણાવ્યું હતું કે, પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો કોલર પકડીશ. DSP નો કોલર પકડતા પણ મને વાર નહી લાગે. ભૂતકાળમાં પણ તેવું કર્યું છે. અને આવનાર સમયમાં પણ કરીશું.  ગેનીબેન ઠાકોરે પોલીસને કોઈપણ કોંગ્રેસનાં કાર્યકરને હેરાન ન કરવા આપેલી ચેતવણી બાદ બનાસકાંઠાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.