Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લાનું આંબાપાણી ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુદરતના ખોળે વસેલા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણીયા ગામ નજીક આવેલા સુંદર આંબાપાણી ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વ્યારાથી માત્ર 30 કિ.મી ના અંતરે આવેલું આંબાપાણી ખાતે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ પ્રવાસન સ્થળને સરકારે ઈકો ટુરિઝમ જાહેર કરેલું છે.

તાપી જિલ્લાના આંબાપાણીના પ્રવાસન સ્થળ બારેમાસ ફરવાલાયક સ્થળો છે.ડોલવણ તાલુકાના આમણીયા ગામ નજીક આવેલ ઈકો ટુરિઝમ સહેલાણીઓ માટે એક યાદગાર સંભારણું બન્યું છે. પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,ગઝેબો,કિચન વીથ ડ્રીંકીંગ ફેસીલીટીટ્રે હાઉસ,મેઈન ગેટ,ચિલ્ડ્રન પ્લે એરિયા વીથ ઈકવીપમેન્ટ,પર્કીંગ ફેસીલીટી,પેવીંગ એન્ડ કબિંગ વર્ક,સીટીંગ બેન્ચ,રીનોવેશન વર્ક ઓફ એકઝેસ્ટીંગ ટોયલેટ,રીનોવેશન ઓફ ટેનમ્ટ એરિયા પ્લીન્થ,રીનોવેશન અફો એકઝેસ્ટીંગ વિઝીટ સેન્ટર,ઈલેકટ્રીકલ લેન્ડસ્કેપ વિગેરે ઉભા કરાયા છે.અહી પ્રવાસીઓ ભરપુર આનંદ માણી રહ્યા છે.