Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોંગ્રેસ નેતા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોંગ્રેસ માટે ફરી એક્વારઆઘાતજનક સમાચાર આવ્યા છે. દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પોતાના પદ પરથી ‎રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા.

લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાંખુલ્લેઆમ અસંતોષ સામે આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનિય છે કે, આ પહેલા કોંગ્રેસ સરકારમાં 15 વર્ષ સુધી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણેપાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ પ્રદેશ પ્રભારી દીપક બાબરીયાની વર્તણૂક ગણાવી હતી.