પોતાના ગીતોથી દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગરમંડીસાનું નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી લોકોમાં શોકનુંમોજુ ફરી વળ્યું છે. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તે 47 વર્ષની હતી અને તેને અમેરિકનઆઈડોલ સ્ટાર માનવામાં આવતી હતી. તેણે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. પરંતુ ગાયકના આકસ્મિક નિધનને ચાહકો પચાવી શક્યા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
મંડીસાહંડલીનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો. તેણે ઘણા હિટ ગીતો ગાયા. પરંતુ તેમના આકસ્મિક નિધનથીચાહકોમાંશોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગાયકના ઘણા ચાહકો હજુ પણ માનતા નથી કે ગાયક હવે આ દુનિયામાં નથી. હજુ સુધી તેમના મૃત્યુ વિશે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેના પર અપડેટ આવી શકે છે. ફ્રેન્કલિન પોલીસ આ કેસની અલગ અલગએંગલથી તપાસ કરી રહી છે અને મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે તે નેશવિલની ફિસ્કયુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણીએ તેણીની ગાયન કુશળતા પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે 2006માં પહેલીવાર ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અમેરિકન આઈડલની 5મી સીઝનમાં ભાગ લીધો હતો. ભલે તે આ શો જીતી ન શકી પરંતુ તેણે ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી. ત્યારથી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આગલા વર્ષે એટલે કે 2007 માં, તેણે ટ્રુબ્યુટી નામના આલ્બમથી તેની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી, તેણે 2008માં ઇટ્સક્રિસમસ, 2009માં ફ્રીડમ, 2011માં વોટ ઇફ વી વેર રિયલ, 2013માં ઓવરકમ અને 2017માં આઉટ ઓફ ધ ડાર્ક જેવા આલ્બમ્સ બહાર પાડ્યા. આ આલ્બમ્સ પણ મોટા હિટ બન્યા.
