Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ.537 કરોડમાં હસ્તગત કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 537 કરોડમાં હસ્તગત કરી છે. આ સંપાદન સાથે, સોનાટા હવે કોટક મહિન્દ્રા બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે બેંકે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ (NBFC)ની 100 ટકા જાહેર અને પેઇડ-અપ મૂડી લગભગ રૂ. 537 કરોડમાં હસ્તગત કરી લીધી છે. આ સમાચાર વચ્ચે ગુરુવારે કોટક બેંકના શેરમાં રોકાણકારોનો ટુટી પડ્યા હતા. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે કોટક મહિન્દ્રા બેંકનો શેર એક ટકાથી વધુ વધીને રૂ.1797 પર પહોંચી ગયો છે.

તમને જણાવી દઈએ કે મે 2023માં શેરની કિંમત 2,063 રૂપિયા થઈ ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. કોટક મહિન્દ્રા બેંકના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 25.91 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે. તેવી જ રીતે પબ્લિક શેરહોલ્ડિંગ 74.09 ટકા છે. પ્રમોટર ઉદય કોટક કંપનીમાં 25.71 ટકા હિસ્સો ધરાવે છે. આ 51,10,27,100 શેરની બરાબર છે.   સોનાટા ફાઇનાન્સ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સાથે નોંધાયેલ નાની ફાઇનાન્સ સંસ્થા છે.

કંપની 10 રાજ્યોમાં 549 શાખાઓ દ્વારા કાર્ય કરે છે અને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં અંદાજે રૂ.2,620 કરોડની અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AUM) ધરાવે છે. 20 ઓક્ટોબર, 2023ના રોજ, રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાને સોનાટા ફાઇનાન્સ હસ્તગત કરવા અને તેને પેટાકંપની બનાવવાની મંજૂરી આપી હતી. તે જ મહિનામાં કોટક મહિન્દ્રા બેંકે Kfin Technologiesમાં બે ટકા હિસ્સો રૂ. 208 કરોડમાં વેચ્યો છે. ડેટા અનુસાર, કોટક મહિન્દ્રા બેંકે 34,70,000 શેર વેચ્યા છે, જે Kfin ટેક્નોલોજીસના 2.03 ટકા હિસ્સાની સમકક્ષ છે. શેર સરેરાશ રૂ. 600.28ના ભાવે વેચાયા હતા, જે ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂ. 208.29 કરોડ રૂપિયા થયા હતા. આ પછી, Kfin Technologies માં કોટક મહિન્દ્રા બેંકનો હિસ્સો 9.80 ટકા હિસ્સો (ડિસેમ્બર, 2023 સુધીમાં)થી ઘટીને 7.77 ટકા થઈ ગયો છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!