સુરતનાં કતારગામમાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય યુવતીએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું. શિક્ષિકાનાં આપઘાતની માહિતી મળતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવક કોણ છે અને તેને કઈ બાબતે બ્લેકમેલ કરતો હતો.




