Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈમરાન હાશ્મીની ‘જી ટૂ’નું બજેટ ૧૦૦ કરોડ નક્કી થયું, આ ફિલ્મ મૂળ તેલુગુ ‘ગુડાચારી’ની સિકવલ હશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈમરાન હાશ્મીની ‘જી ટૂ’નું બજેટ ૧૦૦ કરોડ નક્કી થયું છે. આ ફિલ્મ મૂળ તેલુગુ ‘ગુડાચારી’ની સિકવલ હશે. મૂળ ફિલ્મનો કલાકાર અદિવી શેષ ‘જી ટૂ’માં પણ ઈમરાન હાશ્મીનો સહ કલાકાર હશે. ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ નક્કી કરાયું છે. ફિલ્મનું શૂટિંગ પોલેન્ડ, ઈટલી તથા ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોમાં થવાનું હોવાથી તેનું બજેટ આટલું વધી ગયું છે. એક જાસૂસી એજન્સીના પરાક્રમો પર આધારિત વાર્તામાં ઈમરાન હાશ્મીનો ચોક્કસ શું રોલ હશે તે હજુ સ્પષ્ટ કરાયું નથી. આ ફિલ્મ આગામી વર્ષનાં અંત સુધીમાં રીલિઝ કરાશે.