Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોલકાતાનાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસની તપાસમાં સીબીઆઇ હવે પોલીસ કમિશનરની પુછપરછ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોલકાતાનાં આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઇ કરી રહી છે. સીબીઆઇએ રવિવારે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ તેમજ પોલીસ અધિકારી અભિજીત મંડલને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે બંનેને તારીખ 17 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. આ દરમિયાન સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટનામાં હજુ સુધી પોલીસ એસએચઓને આરોપી બનાવવામાં આવ્યા નથી, પરંતુ એવું લાગે છે કે, આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે અને એસએચઓ પણ તેમાં સામેલ છે.

સીબીઆઇએ પોલીસ દ્વારા પુરાવાઓનો નાશ કરવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. સીબીઆઈએ કહ્યું હતું કે, ‘સીબીઆઇ અને પોલીસ વચ્ચે કોઈ સંઘર્ષ નથી પરંતુ એવું જણાઇ રહ્યું છે કે, પોલીસ અધિકારીની પૂછપરછ કરવાથી ઘટના વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. નોંધનીય છે કે, જ્યારે સંદીપ ઘોષ અને પોલીસ અધિકારી અભિજીત મંડલને કોર્ટ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે લોકોએ નારેબાજી કરી તેમના પર જૂતા ફેંક્યા હતા. સીબીઆઈએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, પીડિતાની માતાએ એસએચઓને તેની પુત્રીના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવા વિનંતી કરી હતી પરંતુ એસએચઓએ મૃતદેહને બાળવામાં ઉતાવળ કરી હતી.

કેસમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પોલીસ અધિકારીએ આ બાબતે જાણી જોઈને અવગણના કરી છે. કેસ ડાયરીમાં પણ ભૂલો છે અને તે અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવશે. આટલી ગંભીર તપાસમાં આવી ખામીઓ જોયા બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સીબીઆઇ હવે આ મામલે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને સમન્સ પાઠવી શકે છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં છે. સીબીઆઈ પાસે કોલ રેકોર્ડ છે જેમાં એસએચઓએ પોલીસ કમિશનર સાથે વાત કરી છે. જેથી શક્યતા છે કે, સીબીઆઇ હવે પોલીસ કમિશનરની પુછપરછ કરશે.