Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોલકાતામાં ડોક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોલકાતામાં ડોક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આ અદાલતોની સ્થાપનાની જરૂરત જણાવી હતી, પરંતુ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે પર્ફોરમન્સ રિપોર્ટ સામે આવ્યો તેમાં સાબિત થયું છે કે, અદાલતો દુષ્કર્મ અને પોક્સો કેસમાં ત્વરિત ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ પશ્ચિમ બંગાળ તેમાં પાછળ છે. રોલ ઑફ ફાસ્ટ ટ્રેક સ્પેશ્ય કોર્ટ ઈન રિડ્યુસિંગ કેસ બેકલાગ્સ નામથી રજૂ કરવામાં આવેલો રિપોર્ટ જણાવે છે કે, 2022 માં જ્યાં દેશની અદાલતોમાં દુષ્કર્મ અને પોક્સોના કેસના પતાવટનો દર 10 ટકા હતો. તેમજ, વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતોમાં આ દર 83 ટકા હતો જે વધીને 2023માં 94 ટકા સુધી પહોંચી ગયો હતો.

રિપોર્ટ અનુસાર, જો કોઈપણ નવો કેસ ન જોડવામાં આવે તો દર ત્રણ મિનિટે દુષ્કર્મ અને પોક્સોના કેસ પતાવવામાં આવે તો ડિસેમ્બર 2023 સુધી પેન્ડિંગ કેસ ખતમ થઈ શકે છે. હકીકતમાં, અત્યારે 2,02,175 કે્સ પેન્ડિંગ છે. રિપોર્ટમાં તેને ખતમ કરવા માટે એક હજારથી વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની સલાહ આપવામાં આવી છે. દુષ્કર્મ પીડિતાને ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવામાં આ અદાલતોની જરૂરતને રેખાંકિત કરતા બાળ અધિકાર કાર્યકર્તા અને બાળ વિવાહ મુક્ત ભારતના સંસ્થાપક ભુવન ઋભુએ તમામ પેન્ડિંગ કેસ પતાવવલા માટે નીતિ બનાવવાની વાત કરી હતી. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે 2019માં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજના લાગુ કરી હતી.

દેશભરમાં 1023 વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનેલી છે, દેશભરમાં 1023 સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની હતી, જેમાંથી હાલ માત્ર 755 કોર્ટ જ કામ કરી રહી છે. તેની રચના બાદથી આ અદાલતોમાં કુલ 416638 કેસ સુનાવણી માટે આવ્યા છે, જેમાંથી 214463 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જે ફક્ત 52 ટકા છે. નોંધનીય છે કે, વિવિધ રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક દીઠ સરેરાશ ઓપરેટિંગ ખર્ચ 2020થી 2022 દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને આસામ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોએ તેમના ફાસ્ટ ટ્રેક કોર્ટના ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેનાથી વિપરીત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં સમાન સમયગાળા દરમિયાન ઓપરેટિંગ ખર્ચમાં વધારો જોવા મળ્યો છે.