ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં ઝરણાવાડી ગામે રહેતો પજ્ઞેશ વસાવા નામનો ૨૫ વર્ષીય યુવક તેના મિત્રની બાઈક લઈને નેત્રંગ માંડવી રોડ પરથી જઈ રહ્યો હતો. તે દરમિયાન ચાસવડ અને ઝરણાવાડી વચ્ચે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની બાઈક રોડની બાજુમાં આવેલ એક ઝાડ સાથે અથડાઈ હતી. 
બાઈક ઝાડ સાથે અથડાતા પ્રજ્ઞેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બેભાન થઇ ગયો હતો. ઘટનાની જાણ તેના પરીવારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




