Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કડોદરાનાં મુંબઇ અમદાવાદ નેશનલ હાઈવે પરથી કારમાં દારૂનાં જથ્થા સાથે ચાલકની અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં કડોદરા GIDC વિસ્તારમાં આવેલ CNG કટ પાસે મુંબઇ અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી એક કારમાંથી રૂપિયા 1.46 લાખથી વધુનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે, ‘એક હ્યુંડાઇ ક્રેટા ફોર વ્હીલ કાર નંબર MH/03/ER/4414નો ચાલક તેના કબ્જાની ક્રેટા કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સંતાડી લાવી પલસાણા તરફથી સુરત શહેર તરફ જનાર છે.’ જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો કડોદરા CNG કટ પાસે મુંબઇ અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચમાં ગોઠવાયા હતા. તે સમયે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકી કારમાં તપાસ હાથ ધરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી 480 નંગ બોટલો મળી આવી હતી.

જેની કિંમત રૂપિયા 1,46,400/- હતી. ત્યારબાદ પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ શૈલેશ ભીખુભાઈ હિંગુ (રહે.પુણા ગામ, સુરત)નો હોવાનું જણાવ્યું હતું. તેમજ વાળું પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો દમણ ખાતેનાં મનોજ નામના ઈસમે ભરાવી આપ્યો હતો. આમ, પોલીસે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,46,400/- અને ફોર વ્હીલ કાર જેની કિંમત રૂપિયા 8,00,000/- તથા એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા 9,51,400/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો હતો.