નડિયાદનાં વડતાલની સગીરાને જોળ ગામના શખ્સે ત્રણ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે સગીરાને પરિવારજનોને સોંપી વડતાલ પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, વડતાલ પંથકના એક ગામની ૧૭ વર્ષના આસરાની સગીરાને જોળ ગામમાં રહેતો મિતુલ પુનમભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તારીખ ૨૯/૬/૨૦૨૫ ની રાત્રે ફોસલાવી પટાવી ભગાડી ગયો હતો. શખ્સે ત્રણ દિવસ ગોંધી રાખી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ અંગે સગીરાના ભાઈએ વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
