Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ટાટા હેરીયરમાં વિદેશી દારૂની બોટલો છુપાવી જતા શખ્સનો પોલીસે પીછો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દમણથી દારૂ ભરીને આવતી એક સફેદ ટાટા હેરીયર કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે ભગાડી મૂકી હતી.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ગભરાયેલા ચાલકે દારોઠા ખાડી પાસે કાર એક ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાવી દીધી હતી અને વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૦૮૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૨,૯૦,૪૦૦/- થાય છે.પોલીસે રૂ.૧૦ લાખની કાર અને દારૂ મળી કુલ રૂ.૧૨,૯૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

error: Content is protected !!