Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને આર્મ્સ એક્ટનાં ગુન્હામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી જિલ્લા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોર્ડે બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસના કબ્જા માંથી પાંચ વર્ષ પહેલા ભાગી છૂટેલા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી બોટાદ પોલીસને હવાલે કર્યો હતો. ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા પેરોલ ફર્લો વચગાળાના જામીન તથા જેલ અને પોલીસ કબ્જા માંથી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સુચના અંતર્ગત રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક્શન પ્લાન્ટ તૈયાર કરી નવસારી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડેને કામગીરી કરવાની સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત પી. આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આરોપીઓની માહિતી મેળવી હતી. જેમાં સન ૨૦૧૮ના વર્ષમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલ આરોપી ધર્મેન્દ્ર સિંગ ઉર્ફે ડી.કે. સિંગ સન ૨૦૧૯ ના વર્ષના ૧૪મી નવેમ્બરના રોજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતી વખતે તે પોલીસને ચકમો આપી કબ્જા માંથી ફરાર થઈ ગયો હતો. જેની ફરીયાદ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ આરોપી ધર્મેન્દ્ર સિંગ હાલમાં રાજસ્થાનમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાની બાતમી મળતા નવસારી એલ.સી.બી. અને ફર્લો સ્કવોડે રાજસ્થાન, જયપુર ખાતે પહોંચી ઓળખ છુપાવીને રહેતા આરોપી ધર્મેન્દ્રસિંગ ઉર્ફે ડી.કે.સિંગ પપ્પુસિંગ જાટ (ઉ.વ.૨૯, હાલ રહે.જયપુર રાજસ્થાન, મૂળ રહે.હિન્દોન શહેર, જિ. કરોલી, રાજસ્થાન)ને ઝડપી પાડી ભાવનગર પોલીસને હવાલે કર્યો હતો.