Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી, જાણો શું છે આ ટિપ્પણી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવધાની રાખવી જોઇએ, કદાચ અમારા વિચારો જુના હોઇ શકે પરંતુ અમે કહેવા માગીએ છીએ કે લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ. સુનાવણી દરમિયાન સુપ્રીમના ન્યાયાધીશ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે, લગ્ન પહેલા એક છોકરો અને છોકરી બન્ને એકબીજાથી અજાણ હોય છે, તેમના સંબંધ સારા હોય કે ખરાબ અમને એ નથી સમજાતું કે તેઓ લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બનાવી શકે ? તમારે બહુ જ સાવધાન રહેવું જોઇએ. લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ.

આ સમગ્ર મામલો લગ્નના જુઠા વચન આપીને શારીરિક સંબંધ બાંધવા સાથે જોડાયેલો છે. મહિલા અને પુરુષ ૨૦૨૨માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી એકબીજાને મળ્યા હતા. બાદમાં બન્ને એકબીજા સાથે સંબંધમાં પણ જોડાયા હતા. જોકે કોઇ કારણોસર યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બાદમાં યુવતી દ્વારા યુવક પર લગ્નના જુઠા વચન આપી શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ નાગરત્નાની બેંચે મહિલાને સવાલ કર્યો હતો કે તે પોતાની મરજીથી આરોપીની સાથે દુબઇ કેમ ગઇ હતી તેમજ જ્યારે મહિલા તરફથી હાજર સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપીએ કેટલાક અંગત પળોના વીડિયો પણ બનાવ્યા છે જેમાં મહિલાની કોઇ જ સંમતિ નહોતી. બાદમાં આ વીડિયોના માધ્યમથી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી અને વીડિયો જાહેર કરી દેવાની ધમકી પણ આપતો હતો. હવે આ મામલે બુધવારે વધુ સુનાવણી કરવામાં આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!