ગાંધીનગરના કલોલના વ્હાઇટ હાઉસ ફ્લેટમાં રહેતી મહિલાએ ધાબા ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી મહિલા ઉપરથી નીચે ફટકાતા તેને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેનો મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલમાં આવેલા વ્હાઈટ હાઉસ ફ્લેટમાં રહેતી રેખાબેન યુવરાજસિંહ ડોડીયા (ઉ.વ.૪૫)એ ધાબા ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી ફ્લેટના ધાબા ઉપરથી તેણે નીચે પડતું મુકતા તેને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મહિલાની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે બનાવ અંગે જરૂરી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




