નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાના ઝરણાંવાડી ગામે ખેતીકામ બાબતે ઠપકો આપતાં યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. 
બનાવની વિગત એવી છે કે, મૃતક અનિલ ટેટીયા વસાવા (રહે.ઝરણાંવાડી કાંટા ફળીયું, તા.દેડિયાપાડા)ને મનિષ ટેટીયા વસાવા એટલે કે મોટાભાઈએ ખેતીકામ બાબતે ઠપકો આપતાં અનિલના મનમાં લાગી આવ્યું હતું. અને પોતાના ઘરે ઘાસ મારવાની ઝેરી દવા પી જતાં પ્રથમ સારવાર દેડિયાપાડા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જેનું ગત તારીખ ૩૦ મે’ના રોજ સાંજના સારવાર દરમિયાન મોત થયું હતું. બનવા અંગે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો.



